ભારતીય વાયુસેનામાં એરમેન તરીકે જોડાવા માંગતા ઉમેદવારો તા. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવે

ભારતીય વાયુસેનામાં એરમેન તરીકે જોડાવા માંગતા ઉમેદવારો તા. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવે

ભારતીય વાયુસેનામાં એરમેન બનવા માંગતા ઉમેદવારો તા. ૧૦ સપ્ટેમ્બર એરફોર્સમાં ગ્રુપ-વાય (નોન ટેકનીકલ) અને મેડીકલ આસીસ્ટન્ટ (નોન ટેકનીકલ) ટ્રેડ માટે જેમાં ઓટોમોબાઈલ ટેકનીશીયન, ઇન્ડિયન એરફોર્સ (પોલીસ), ઇન્ડિયન એરફોર્સ(સિક્યુરીટી) અને મ્યુઝિશયન ટ્રેડ સિવાયની જગ્યા માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. ભરતીમેળાનું સ્થળ કેન્દ્રીય વિધાલય એરફોર્સ, મકરપુરા, વડોદરા રહેશે. આ માટે આગામી તા. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ધોરણ 12 પાસ ઉપર વાયુસેનામાં ભરતી મેળા ની જાહેરાત આવી છે તમામ મિત્રોને જણાવવાનું કે લોકડાઉન ના લાંબા સમય બાદ આવેલી આ જાહેરાતમાં આ ભરતી મેળાનો લાભ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એ હેતુથી આ પોસ્ટ બનાવવામાં આવી છે.

લાયકાત:- ૧૨ પાસ પર

જગ્યાની માહિતી:- એરફોર્સમાં ગ્રુપ-વાય (નોન ટેકનીકલ) અને મેડીકલ આસીસ્ટન્ટ (નોન ટેકનીકલ) ટ્રેડ માટે જેમાં ઓટોમોબાઈલ ટેકનીશીયન, ઇન્ડિયન એરફોર્સ (પોલીસ), ઇન્ડિયન એરફોર્સ(સિક્યુરીટી) અને મ્યુઝિશયન ટ્રેડ સિવાયની જગ્યા માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે

  • તારીખ : ૧૦/૦૯/૨૦૨૦


ભરતીમેળાનું સ્થળ કેન્દ્રીય વિધાલય એરફોર્સ, મકરપુરા, વડોદરા રહેશે.

જરૂરી ડોક્યુમેન્ટ:-
પાસપોર્ટ સાઇઝના ફોટા ,ડોમીસાઈલ, શૈક્ષણિક લાયકાતના સર્ટીફીકેટ, NCC કે સ્પોર્ટસ સર્ટીફિકેટ ,જાતિનો દાખલો, સ્કૂલ ચારિત્ર્ય પ્રમાણપત્ર,સરપંચનો ચારિત્ર્ય પ્રમાણપત્ર, એફિડેવીટ ,બેંક પાસબુક, પાનકાર્ડ,આધારકાર્ડ ,પોલીસ ચારિત્ર પ્રમાણપત્ર અને રહેઠાણ નું પ્રમાણપત્ર. આ તમામ ડોક્યુમેન્ટ સાથે ઓરીજનલ ડોક્યુમેન્ટ ની સાથે બે નકલ ઝેરોક્ષ પણ ભરતી રેલીમાં લાવવાની રહેશે.

આ ભરતી મેળામાં તા.૧૭/૦૧/૨૦૦૦ થી તા.૩૦/૧૨/૨૦૦૩ વચ્ચે જન્મેલા અપરણિત પુરુષ ઉમેદવારો ભાગ લઇ શકશે. જેમાં ગ્રુપ Y  ટ્રેડ માટે ધોરણ ૧૦+૨ પાસ કોઇ પણ પ્રવાહ સાથે અને સમકક્ષ તથા અંગ્રેજી વિષયમાં ૫૦ માર્ક સાથે પાસ હોવા જરૂરી છે. જયારે મેડીકલ આસીસ્ટન્ટ નોન ટેકનીકલ ટ્રેડ માટે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ફીઝીકસ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે સરેરાશ ૫૦ ટકાથી પાસ અને અંગ્રેજી વિષયમાં ૫૦ માર્ક સાથે પાસ હોવા જરૂરી છે.

સૌ પ્રથમ શારીરિક કસોટી લેવાશે તેમાં સફળ થનારને આગળની ભરતી પ્રક્રિયામાં હાજર રહેવાનું રહેશે. લેખિત પરીક્ષા હેતુલક્ષી પ્રકારની અંગ્રેજી/હિન્દી માધ્યમમાં લેવાશે. જાહેરાત ઇન્ડિયન એરફોર્સ ની વેબસાઈટ www.airmenselection.cdac.in  પર ઉપલબ્ધ છે તેમજ તા.૦૮/૦૯/૨૦૨૦ થી તા.૧૦/૦૯/૨૦૨૦ સુધી ઉમેદવારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોવાથી તે મુજબ લાયકાત ધરાવતા ઉમેદવાર રજીસ્ટ્રેશન કરાવે તથા વધુ માહિતી માટે ઇન્ડિયન એરફોર્સ ની વેબસાઈટ   www.airmenselection.cdac.in જોવી. ઉપરાંત જીલ્લા રોજગાર કચેરી દાહોદ ના હેલ્પલાઇન નબર પર ૦૨૬૭૩૦૨૩૯૧૫૯ નો સંપર્ક કરી શકાશે. ફેસબુક લીંક https://www.facebook.com/jillarojgarkacheri.dahod.3 ઉપર પણ આ માહિતી અંગેની વધુ માહિતી મેળવી શકાશે.

Download IAF Recruitment Rally Group Y Notification
ભારતીય વાયુસેનામાં એરમેન તરીકે જોડાવા માંગતા ઉમેદવારો તા. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવે ભારતીય વાયુસેનામાં એરમેન તરીકે જોડાવા માંગતા ઉમેદવારો તા. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં
ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવે Reviewed by Gujarat on September 07, 2020 Rating: 5

1 comment:

Powered by Blogger.