જરૂરી આધાર પુરાવા-ડોકયુમેન્ટની સંપૂર્ણ યાદી


વિવિધ સરકારી યોજનાઓ કે સરકારી સર્ટીફીકેટ માટે જરૂરી આધાર પુરાવા-ડોકયુમેન્ટની સંપૂર્ણ યાદી… બહુ જ કામની માહિતી છે


આજકાલ સરકાર ઘણી યોજનાઓ બહાર પાડે છે, જેનો લાભ દરેક લોકો લઇ શકે છે. આ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ઘણા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. એ માટે જરૂરી પુરાવાઓ લઈને સરકારી કચેરી પર જવાનું રહેશે. જયારે તમે સરકારી કામકાજ માટે જાવ છો ત્યારે ધક્કા ખાવા પડે છે, પહેલો ધક્કો તો જરૂરી ડોક્યુમેન્ટ નો અભાવ કે ખબર નથી હોતી કે ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ છે તો ચાલો જાણીએ કઈ યોજના કે પત્ર માટે ક્યાં પુરાવાની જરૂર પડે છે..

માં અમૃતમ કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ, રેશનકાર્ડ, વ્યક્તિગત સહાયો, મહેસુલી કામો અને વિવિધ દાખલાઓ માટે સરકારી કચેરી પર જવાનું રહેશે. જો કોઈ વ્યક્તિ પાસે એવા કોઈ કાર્ડ કે સર્ટીફીકેટ ના હોય તો આજે અમે તમને જણાવીશું એ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે.


નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ મેળવવા

 • ફોર્મ અને ફોટો

 • રેશનકાર્ડની નકલ

 • જાતિનો દાખલો

 • આવકનો દાખલો

 • સ્કુલ લીવીંગ

 • વાલીના આવકનું સોગંદનામું

 • છેલ્લું લાઈટ બિલ


જાતિનો દાખલો મેળવવા માટેના પુરાવા

 • ફોર્મ અને ફોટો

 • રેશનકાર્ડની નકલ

 • સ્કુલ લીવીંગ સર્ટિફિકેટ

 • ઘરના કોઈ વ્યક્તિનું લીવીંગ સર્ટિફિકેટ

 • છેલ્લું લાઈટ બિલ

 • તલાટીનો જાતિનો દાખલો


ડોમીસાઈલ સર્ટિફિકેટ મેળવવા માટે

 • ફોર્મ અને ફોટો

 • રેશનકાર્ડની નકલ

 • સ્કુલ લીવીંગ સર્ટિફિકેટ

 • તલાટીના ૧૦ વર્ષનો રહેઠાણનો દાખલો

 • રહેઠાણનું સોગંદનામું

 • છેલ્લું લાઈટ બિલ

 • જન્મનો દાખલો

 • પોલીસ સ્ટેશનનો દાખલો


નવા રેશનકાર્ડ માટે

 • ફોર્મ અને ફોટો

 • ચુંટણી કાર્ડની નકલ

 • નામ કમી કરવાનો દાખલો

 • આધાર કાર્ડ

 • આવકનો દાખલો

 • બેંકની પાસબુકની નકલ

 • તલાટીનો દાખલો

 • લાઈટ બિલ


રેશનકાર્ડમાં નામ દાખલ કરવા માટે

 • ફોર્મ અને ફોટો

 • ચુંટણી કાર્ડની નકલ

 • રેશનકાર્ડની નકલ

 • આધાર કાર્ડ

 • જન્મનો દાખલો

 • પત્નીનું નામ દાખલ કરવા માટે પિયર પક્ષમાંથી નામ કમીનો દાખલો


ધાર્મિક લઘુમતીનો દાખલો

 • ફોર્મ અને ફોટો

 • રેશનકાર્ડની નકલ

 • સ્કુલ લીવીંગ

 • તલાટીનો આવકનો દાખલો

 • છેલ્લું લાઈટ બિલ

 • સ્કુલના આચાર્યનો લેટર પેડ પર દાખલો


ચારિત્ર્યનો દાખલો મેળવવા

 • ફોર્મ અને ફોટો

 • રેશનકાર્ડની નકલ

 • સ્કુલ લીવીંગ સર્ટિફિકેટ

 • તલાટીનો ચારિત્ર્યનો દાખલો

 • છેલ્લું લાઈટ બિલ

 • પોઈસ સ્ટેશનનો દાખલો

 • ચુંટણી કાર્ડની નકલ


વિધવા સહાય મેળવવા માટે

 • ફોર્મ અને ફોટો

 • રેશનકાર્ડની નકલ

 • સ્કુલ લીવીંગ સર્ટિફિકેટ

 • પતિના મૃત્યુનો દાખલો

 • ચુંટણી કાર્ડની નકલ

 • છેલ્લું લાઈટ બિલ

 • સંતાનોના જન્મ તારીખના દાખલા


આધાર કાર્ડ માટે

ID PROOF માટે – પાનકાર્ડ/ ચુંટણી કાર્ડ/ ડ્રાઈવિંગ લાઈસન્સ/ પાસપોર્ટ

એડ્રેસ પ્રુફ માટે કોઈ એક– રેશનકાર્ડ/ લાઈટ બિલ/ ગેસની બુક

 

સીનીયર સીટીઝન સર્ટિફિકેટ

 • ફોર્મ અને ફોટો

 • રેશનકાર્ડની નકલ

 • સ્કુલ લીવીંગ સર્ટિફિકેટ

 • જન્મનો દાખલો

 • ચુંટણી કાર્ડની નકલ

 • છેલ્લું લાઈટ બિલ


વયવંદના યોજના

 • ફોર્મ અને ફોટો

 • ચુંટણી કાર્ડની નકલ

 • રેશનકાર્ડની નકલ

 • આધાર કાર્ડ

 • સ્કુલ લીવીંગ

 • ૦ થી ૧૬ નો તલાટી BPL નો દાખલો

 • બેંક પાસબુકની નકલ


નિરાધાર વૃધ્ધસહાય યોજના

 • ફોર્મ અને ફોટો

 • ચુંટણી કાર્ડની નકલ

 • રેશનકાર્ડની નકલ

 • આધાર કાર્ડ

 • સ્કુલ લીવીંગ સર્ટિફિકેટ

 • બેંક પાસબુકની નકલ


અલગ રેશનકાર્ડ માટે

 • ફોર્મ અને ફોટો

 • ચુંટણી કાર્ડની નકલ

 • જુનું રેશન કાર્ડ

 • આધાર કાર્ડ

 • આવકનો દાખલો

 • બેંક પાસબુકની નકલ

 • તલાટીનો દાખલો

 • પિતાનું સંમતિ સોગંદનામું

 • લાઈટ બિલ


માં અમૃતમ/ માં વાત્સલ્ય કાર્ડ

 • ફોર્મ અને ફોટો

 • રેશનકાર્ડની નકલ

 • આધાર કાર્ડ

 • આવકનો દાખલો


આવકનો દાખલો મેળવવા માટે

 • ફોર્મ અને ફોટો

 • ચુંટણી કાર્ડની નકલ

 • રેશનકાર્ડની નકલ

 • તલાટીનો આવકનો દાખલો

 • છેલ્લું લાઈટ બિલ


 
જરૂરી આધાર પુરાવા-ડોકયુમેન્ટની સંપૂર્ણ યાદી જરૂરી આધાર પુરાવા-ડોકયુમેન્ટની સંપૂર્ણ યાદી Reviewed by Gujarat on August 10, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.